🙏 મારા રામાપીરને તેડા મેં તો મોકલ્યા🌺 (ભજન લખેલુ છે)

0 ビュー· 11 7月 2023
Apna Tube
Apna Tube
326 加入者
326

મારા રામાપીરને તેડા મેં તો મોકલ્યા રે (૨)
બારણે ઉભી જોઉં તમારી વાટ
પધારો રામાપીર.
તેડા મેં તો મોકલ્યા

મારા રામાપીર આયા ને આનંદ ઉરમાં
મારા હૈયે હરખ ના માય
પધારો રામાપીર
તેડા મેં તો મોકલ્યા

હું તો મેડીએ ચડું ને નીચે ઊતરી
હૈયુ હારે તું નથી હવે મારે હાથ ✋
પધારો રામાપીર
તેડા મેં તો મોકલ્યા

જોગણ બનીને વગડામાં ફરતી
વાટ જોતા હવે થાકે મારી આંખ
પધારો રામાપીર
તેડા મેં તો મોકલ્યા

આંખે આવે અંધારું કાયા ડોલતી
તો ભૂલી મારા દેહનું ભાન
પધારો રામાપીર
તેડા મેં તો મોકલ્યા

હરી ના ચરણો માં હરભુજી બોલીયા
અમને દેજો તમારા ચરણોમાં વાસ
પધારો રામાપીર
તેડા મેં તો મોકલ્યા

મારા રામાપીરને તેડા મેં તો મોકલ્યા
બારણે ઉભી ઉભી જોઉં તમારી વાટ
પધારો રામાપીર
તેડા મેં તો મોકલ્યા

#ભજન #સત્સંગ #કીર્તન #ગુજરાતી #bhajan #krishna #lagangeet #gujaratibhajan #ગરબા #

もっと見せる

 0 コメント sort   並び替え