રામ વનમાં પૂછે ઝાડે ઝાડને રે.(કીર્તન નીચે લખેલુ છે)#satsang #kirtan #gujrati
રામ વનમાં પૂછે ઝાડે ઝાડને રે
ઝાડેઝાડને રે પશુ પંખીને રે રામ વનમાં પૂછે..
રામ મૃગલો મારીને આવ્યા રે
મઢીએ ઉડે છે કાળા કાગડા રે રામ વનમાં પૂછે
સુની મઢીને સુના ઝાડવા રે
સુના લાગે છે બાગ ને બગીચા રે રામ વનમાં પૂછે
અમને કોઈ તો બતાવો જાનકીને
વસમો લાગે સીતાનો વિયોગ રે રામ વનમાં પૂછે
એકવાર બોલોને વનના મોરલા રે
તમે જાનકી ને ક્યાંય જોઈએ છે રે રામ વનમાં પૂછે
કોયલ તમે જાનકી ને ક્યાંય જોયા રે
તારા જેવી બોલી મારી સીતા બોલે રે રામ વનમાં પૂછે
હંસલા તમે સીતાને ક્યાંય જોયા રે
તારા જેવી મારી સીતા ચાલ ચાલે રે રામ વનમાં પૂછે
મોગરા તમે જાનકી ને ક્યાંય જોયા રે
તારા ફૂલોનો સીતા ગજરો પહેરે રામ વનમાં પૂછે
સીતા મારા પગલે પગલે ચાલતા રે
વનમાં વાગશે એને કાંટા કાંકરા રે રામ વનમાં પૂછે
રામ રુદન કરીને લક્ષ્મણ રિઝવે રે
એમાં શું રોવો છો મારા વીર રે રામ વનમાં પૂછે
તમને બીજી પરણાવશું સુંદરી રે
એનો જાનકી ધરાવસુ નામ રે રામ વનમાં પૂછે
જળ સળકે કમળ નવ નીપજે રે
ઘેર ઘેર સીતા નાર ન હોય રે રામ વનમાં પૂછે
રામ લક્ષ્મણ આગળ ચાલ્યા રે
ત્યાં તો જટાયુ નો અર્થ અનાદ સોણીયો રે રામ વનમાં પહોંચે
જટાયુ ધર્મરાજાને વિનવે રે
મને થોડોક સમય આપજો રે રામ વનમાં પૂછે
મારે સીતાજીના સમાચાર આપવા રે
જાનકીને રાવણ હરી ગયો રે રામ વનમાં પૂછે
મોત આવે તો ભલે પછી આવતું રે
મારે રામની ગોદમાં મોક્ષ પામવો રે રામ વનમાં પૂછે
રામ નો વિયોગ જે કોઈ ગાય છે રે
સ્વાસે સ્વાસે સરિયુ નથી મા નાય
છે રે રામ વનમાં પૂછે
રામ વનમાં આપવું છે ઝાડે ઝાડને રે
#satsang
#bhajan
##gujrati
#krishnabhajan
#gujratibhajan
#kirtan
#કીર્તન
#સત્સંગ
#ભજન