વાહ બા વાહ! ભજનમાં જીવનનો સાર સમજાવી દીધો👌🏻💥 (શબ્દો નીચે લખેલ છે) Gujarati Satsang | Bhajan Gujarati
કિર્તનનાં શબ્દો:
આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો,
દીવો આજ દિલમાં ધરો, ભાવથી ભજન કરો.
જોબનીયું જોતામાં જાશે, ઘડપણ આવીને ઘેરાશે,
મનની તો મનમાં રહી જાશે, પાછળથી પસ્તાવો થાશે,
કાયા તમે કુરબાન કરો, ભાવથી ભજન કરો.
અવસર મળ્યો છે મજાનો, ભરી લે ભક્તિનો ખજાનો,
વીતે છે દિવસ ને રાતો, છોડી દે ખોટી પંચાતો,
મસ્ત બની નાચો કુદો, ભાવથી ભજન કરો.
બાંધેલા બંધનને છોડો, બંસીવાળાની જય બોલો,
અંતરની આરી ઉકેલો, માયાના પડદાને ખોલો,
પાણી પેલા પાળ બાંધો, ભાવથી ભજન કરો.
ભક્તિ ગંગામાં ન્હાવો, નાચી કુદીને ગાવો,
તનનાં તંબુરાને સજાવો, લઈ લો લાખેણો લાવો,
ભક્ત બની સૌમાં ભળો, ભાવથી ભજન કરો.
વ્રજ ધૂનમંડળ - રાજકોટ પ્રસ્તુત કરે છે સુંદર કીર્તન 'આવો સૌ આનંદ કરો, ભાવથી ભજન કરો'! વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આપનો પ્રેમ દર્શાવો. 🙏
સવિશેષ આભાર:
વિડીયો શૂટિંગ અને એડિટિંગ: જય ચોટલીયા (પ્રહર્ષ પ્રોડક્શન્સ-રાજકોટ)
જશુબેન ગોરસીયા અને સખીમંડળ સંચાલિત વ્રજ ધૂનમંડળ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. પ્રાચીન ભજન અને સત્સંગ થકી સેવાકાર્યોમાં પણ પોતાનું યોગદાન આપી રહેલ રાજકોટનાં વ્રજ ધૂનમંડળને આપનો અપાર પ્રેમ મળી રહેશે તેવી આશા. જય શ્રીકૃષ્ણ.
#gujaratikirtan #bhajanmandal #gujaratibhajan